India

સંસ્કાર હોય તો આવા…! અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ અનંત અંબાણી સાથે પીરસ્યું ભોજન, લોકો જોતા રહી ગયા

મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 29 ડિસેમ્બર, 2022ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી.રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંનેના પરિવારજનો અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈનો કાર્યક્રમ યોજાયો હતો. અનંત અને રાધિકાની સગાઈ બાદ હવે સગાઈ સાથે જોડાયેલી કેટલીક અંદરની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં રાધિકા અને અનંત શ્રીનાથજી મંદિરના દર્શન કર્યા બાદ લોકોને ભોજન પીરસતા જોવા મળે છે.

સગાઈની વિધિ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી દંપતીએ ત્યાં હાજર લોકોને પંગતમાં પોતાના હાથે ભોજન પીરસ્યું. તમને જણાવી દઈએ કે સગાઈ દરમિયાન રાધિકા મર્ચન્ટ પિંક અને પીચ કલર શરારા પહેરેલી જોવા મળી હતી, જ્યારે તેનો ભાવિ પતિ અનંત બ્લૂ અને વ્હાઈટ કલરના કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ નાથદ્વારા ખાતેની ગૌશાળાની મુલાકાત લીધી હતી. અહીં બંનેએ શ્રીજીની ગૌશાળામાં ગાયના વાછરડાઓને પોતાના હાથે ગોળ ખવડાવ્યો હતો. જણાવી દઈએ કે રાધિકા અને અનંત બાળપણના મિત્રો છે. રાધિકા એક ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર છે. જૂન 2022 માં, અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. સમારંભમાં રાધિકાના ક્લાસિકલ ડાન્સના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા.

ઉપરોક્ત ફોટોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મંદિરના વડા વિશાલ બાબા પાસેથી આશીર્વાદ લઇ રહ્યા છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ચાર મહિના પહેલા પણ શ્રીનાથજી પાસે આવ્યા હતા, ત્યારે પણ તેમની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ તેમની સાથે હતી. રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. વિરેન મર્ચન્ટ ગુજરાતના કચ્છના છે. તેઓ ADF ફૂડ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના CEO અને વાઇસ ચેરમેન છે.